Gujarati Poems
દિલદાર ને સલામ
દિલદાર ને સલામ સલામ રે દિલદાર, યારની ક્બૂલ કરજે; નહિ ભોગ પર ભાવ, નાવમાં નીર ભરાયાં.
સરખેસરખી જોડ, કોડના બંને માર્યાં; ગયો ખાલી થઈ હોજ, મોજ શી શી રે જમતાં!
એક અંગીનાં અંગ, નંગ કુંદન બન્યો છે; ઊતરી ગયાં છે નૂર, ઉર ફાટે છે યોજે.
પરસ્પરે છે પ્રીત, રીત રાખી છે સારી; ખાઇ ઠોકર લાત, જાત રિબાયે ઝાઝી. (નર્મદના કાવ્યોમાંથી) |
We
hope you enjoy this section. |